Olympics 2024: ભારતે ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ, અંકિતા ભગતે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન, 72 શોટ ફટકારીને કુલ 666 પોઈન્ટ મેળવ્યા

ભારતની મહિલા તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિકના રેન્કિંગ રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને ભજન કૌરે સામૂહિક રીતે ભારતને 1,983 પોઈન્ટ

Olympics 2024
New Update

ભારતની મહિલા તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિકના રેન્કિંગ રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને ભજન કૌરે સામૂહિક રીતે ભારતને 1,983 પોઈન્ટ આપ્યા છે. આ સાથે ભારતીય ટીમ ચોથા ક્રમે રહી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વ્યક્તિગત સ્કોર વિશે વાત કરીએ તો, ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન અંકિતા ભગત દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે 72 શોટ ફટકારીને કુલ 666 પોઈન્ટ મેળવ્યા હતા અને તે 11માં સ્થાને રહી હતી. બીજી તરફ દીપિકા કુમારી અને ભજન કૌર ટોપ 20માંથી બહાર રહી.

ભારતીય ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો અંકિતા 11માં, ભજન કૌર 22માં અને દીપિકા કુમારી 23માં ક્રમે છે. અંકિતાએ બીજા હાફના છેલ્લા બે સેટમાં શાનદાર વાપસી કરી હતી, જેમાં તેણે 120માંથી 112 પોઈન્ટ મેળવ્યા હતા. છેલ્લી ક્ષણોમાં, ખાસ કરીને 18 વર્ષની ભજન કૌરનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું, જેણે કુલ 659 પોઈન્ટ્સ મેળવ્યા. દીપિકા તેનાથી એક પોઈન્ટ પાછળ હતી અને તેણે 658 પોઈન્ટ સાથે રેન્કિંગ રાઉન્ડ પૂરો કર્યો હતો.

 

#ભારત
Here are a few more articles:
Read the Next Article