વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું

પાકિસ્તાન ચેમ્પિયન્સે જીતની હેટ્રિક પૂરી કરી હતી.વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ 2024ની 8મી મેચ ભારત અને પાકિસ્તાનના લિજેન્ડ ખેલાડીઓ વચ્ચે રમાઈ

New Update
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પણ છે. શનિવારે આ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારતીય ચેમ્પિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ લીગમાં ભારત ચેમ્પિયન્સની આ પહેલી હાર હતી.
બીજી તરફ પાકિસ્તાન ચેમ્પિયન્સે જીતની હેટ્રિક પૂરી કરી હતી.વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ 2024ની 8મી મેચ ભારત અને પાકિસ્તાનના લિજેન્ડ ખેલાડીઓ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાન ચેમ્પિયન્સે આ મેચ 68 રને જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યુનિસ ખાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. જવાબમાં હરભજન સિંહની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 175 રન જ બનાવી શકી હતી.
Latest Stories