/connect-gujarat/media/media_files/2024/10/29/NzRQeiASEK6u6CdUM1y2.jpeg)
પાકિસ્તાનની ODI અને T-20 ટીમના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. 56 વર્ષીય કર્સ્ટન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે મતભેદો હતા. તે જ સમયે, PCBએ જેસન ગિલેસ્પીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે.પીસીબીએ સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું- 'ગિલેસ્પી આવતા મહિને ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરોના પ્રવાસ પર પાકિસ્તાન પુરુષ ક્રિકેટ ટીમના કોચ હશે.
ગેરી કર્સ્ટને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે.કર્સ્ટનને 6 મહિના પહેલા એપ્રિલ-2024માં પાકિસ્તાની ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીને પાકિસ્તાની ટેસ્ટ ટીમના કોચ બનાવવામાં આવ્યો હતો. બંનેએ 2 વર્ષનો કરાર કર્યો હતો. ગેરી કર્સ્ટને 28 વર્ષની લાંબી રાહ બાદ 2011માં ભારતને ODI વર્લ્ડ કપ જીતાડ્યો હતો.