ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન 'પાકિસ્તાની' ક્રિકેટર જૂનૈદ ઝફર મેદાન પર ઢળી પડ્યો, થયું મોત

દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં

New Update
patistna

દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ દુ:ખદ ઘટના એડિલેડના કોનકોર્ડિયા કૉલેજ ઓવલમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી.

ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે કોનકોર્ડિયા કોલેજમાં ભારે ગરમીમાં મેચ રમાઈ રહી હતી. જૂનૈદ ઝફર ઓલ્ડ કોનકોર્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. હવામાન અહેવાલ મુજબ, પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ સામેની આ મેચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. ૪૦ વર્ષીય જુનૈદ ઝફર સાંજે ૪ વાગ્યે બેટિંગ કરતી વખતે અચાનક પીચ પર પડી ગયા.

તે મેદાન પર બેભાન થઈ ગયા પછી, અન્ય ખેલાડીઓ અને સ્ટાફ તેને એમ્બ્યૂલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ ગયા. મેડિકલ ટીમે તેમને CPR આપ્યા પણ તેમને બચાવી શકાયા નહીં. આ સમયે જુનૈદ ૩૭ બોલમાં ૧૬ રન બનાવીને રમી રહ્યો હતો. 

ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મેચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. જૂનૈદે પહેલી 40 ઓવર ફિલ્ડિંગ કરી અને પછી બેટિંગ કરવા આવ્યો. જુનૈદ પાકિસ્તાનનો છે પણ રોજગારની શોધમાં 2013 માં ઓસ્ટ્રેલિયાના એડિલેડ આવ્યો હતો.

Latest Stories