પેરિસ ઓલિમ્પિક 2024: બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર સાથે પીએમ મોદીએ કરી વાત, પાઠવી શુભકામનાઓ

દેશ | સ્પોર્ટ્સ, પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરને પીએમ મોદીએ ફોન કર્યો અને તેમને શુભકામનાઓ આપી હતી.

New Update
પીએમ

પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરને પીએમ મોદીએ ફોન કર્યો અને તેમને શુભકામનાઓ આપી હતી. આ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે મેડલ સાથે ખાતું ખોલાવ્યું છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં 221.7 સ્કોર સાથે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નિશાનેબાજીમાં મનુ કોઈ પણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.

મનુ ભાકરને ફોન પર પીએમ મોદીએ શુભકામના આપી, સાથે સાથે બાકીના ખેલાડીઓના પણ ખબર અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ મનુને કહ્યું કે, ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે દગો આપ્યો હતો, પણ આ વખતે તમે તમામ કમીઓને પુરી કરી મેડલ પોતાના નામે કર્યો. પીએમ મોદીએ ફોન પર કહ્યું કે, ખૂબ ખૂબ અભિનંદન આપને, આ તમારી સફળતાના સમાચાર સાંભળ્યા બાદ ઉત્સાહ અને આનંદમાં છું.

આમ તો પોઈન્ટ વનથી સિલ્વર મેડલ રહી ગયો. પણ તેમ છતાં તમે દેશનું નામ રોશન કર્યું છે. આપને બે પ્રકારની ક્રેડિટ મળી રહી છે. એક તો આપ કાંસ્ય પદક લાવ્યા છો અને ભારતની પ્રથમ મહિલા છો, જે નિશાનેબાજીમાં મેડલ લાવી છે. મારા તરફથી શુભકામનાઓ તેમણે કહ્યું કે, જુઓ ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો. પણ આ વખતે તમે તમામ કમીઓને પુરી કરી દીધી. મને આશા છે કે, આગળ પણ સારુ કરશો, શરુઆત ખૂબ જ સારી છે, તેના કારણે તમારો ઉત્સાહ પણ વધશે અને આત્મવિશ્વાસ પણ વધશે.

Latest Stories