પેરિસ ઓલોમ્પિક: ભારતીય હોકી ટીમે આર્જેન્ટિના સામે ડ્રો મેચ રમી,મનુ ભાકર આજે વધુ એક મેડલ માટે રમશે

સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં આર્જેન્ટિના સાથે ડ્રો મેચ રમી છે. પૂલ Bની 12મી મેચમાં ટીમ ઈન્ડિયા 58મી મિનિટ સુધી 0-1થી પાછળ હતી.

10
New Update

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં આર્જેન્ટિના સાથે ડ્રો મેચ રમી છે. પૂલ Bની 12મી મેચમાં ટીમ ઈન્ડિયા 58મી મિનિટ સુધી 0-1થી પાછળ હતી. હરમનપ્રીત સિંહે 59મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો.

આ પહેલાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.બીજી તરફ આ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવનાર મનુ ભાકરે સોમવારે વધુ એક આશા જગાવી છે. શૂટર્સ મનુ અને સરબજોતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ફાઇનલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ જોડી મંગળવારે ચોથા સ્થાને રહેલી કોરિયા સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે.ઓલિમ્પિકના ત્રીજા દિવસે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય શૂટર રમિતા જિંદાલ ફાઇનલમાં હારી ગઈ હતી. અર્જુન બબુતા આ જ ઈવેન્ટની મેન્સ ફાઇનલમાં મેડલ મેળવવાથી ચૂક્યો. તે 208.4 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યો હતો.

#ટીમ ઈન્ડિયા #પેરિસ ઓલિમ્પિક
Here are a few more articles:
Read the Next Article