/connect-gujarat/media/media_files/pwI2iAVJYprGaN8MpC7w.jpeg)
પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની સીન નદી યોજાઈ હતી. પહેલીવાર ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની બહાર યોજાઈ હતી. 206 દેશોના 6500 થી વધુ ખેલાડીઓએ સીન નદીમાં બોટ પર 6 KM લાંબી પરેડ ઑફ નેશન્સમાં ભાગ લીધો હતો.ગ્રીક ટીમ પ્રથમ આવી હતી, કારણ કે આ દેશમાં ઓલિમ્પિક રમતો શરૂ થઈ ગઈ હતી.
રેફ્યુજી બીજા સ્થાને અને અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને હતું. ભારતીય ટીમ 84માં નંબર પર આવી છે. જેમાં ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને અચંતા શરથ કમલ તિરંગો પકડેલા જોવા મળ્યા હતા. ભારતીય ટુકડીમાં 12 રમતોના 78 ખેલાડીઓ અને ઑફિશિયલ્સ સામેલ હતા. યજમાન ફ્રાન્સની ટીમ છેલ્લે આવી હતી. આ ટીમમાં 573 સભ્યો જોડાયા હતા.પરેડ દરમિયાન લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. પોપ સ્ટાર લેડી ગાગાએ સૌપ્રથમ પરફોર્મ કર્યું હતું. પરેડ પછી છેલ્લે ફ્રાન્સના અલગ-અલગ કલ્ચરલનો કાર્યક્રમ યોજાયો હતો.