પેરિસ ઓલોમ્પિક: ભારતના ખાતામાં છઠ્ઠો મેડલ, રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ જીત્યો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે છઠ્ઠો મેડલ જીત્યો છે. 21 વર્ષિય રેસલર અમન સેહરાવતે ફ્રી-સ્ટાઈલ 57 કિગ્રા કેટેગરીમાં પ્યુર્ટો રિકોના ડાર્લિન તુઈ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

New Update
અમન સેહરાવત

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે છઠ્ઠો મેડલ જીત્યો છે. 21 વર્ષિય રેસલર અમન સેહરાવતે ફ્રી-સ્ટાઈલ 57 કિગ્રા કેટેગરીમાં પ્યુર્ટો રિકોના ડાર્લિન તુઈ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમન પ્રથમ રાઉન્ડ બાદ 6-3થી આગળ હતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં લીડ મેળવી હતી.

જીત બાદ અમને કહ્યું- આ મેડલ માતા-પિતા અને સમગ્ર દેશને સમર્પિત છે. તેણે 11 વર્ષની ઉંમરે તેના માતા અને પિતા ગુમાવ્યા અને તેની માસી સાથે રહેવા લાગ્યો.ભારતીય રેસલર્સે સતત 5મી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે મેડલ જીત્યા છે. આપણા રેસલર્સ 2008થી ઓલિમ્પિક મેડલ જીતી રહ્યા છે. આ મેડલ સાથે ભારતીય ટીમે એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Latest Stories