પેરિસ ઓલોમ્પિક: રેસલર નિશા દહિયા કવાટર ફાઇનલમાં હારી, બેડમિન્ટનમાં લક્ષય સેન બ્રોન્ઝ મેડલ ચુકી ગયો

સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય કુસ્તીબાજ નિશા દહિયા પેરિસ ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચવામાંથી રહી ગઈ હતી. કુશ્તીની મહિલાઓની 68 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં તે 10-8થી હારી

PAris
New Update

ભારતીય કુસ્તીબાજ નિશા દહિયા પેરિસ ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચવામાંથી રહી ગઈ હતી. કુશ્તીની મહિલાઓની 68 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં તે 10-8થી હારી ગઈ હતી. એક સમયે નિશા 8-1થી આગળ હતી, પરંતુ તેના હાથમાં ઈજા થઈ અને નિશા છેલ્લી થોડી સેકન્ડમાં 10-8થી હારી ગઈ.

સોમવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પણ મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયો હતો. તેને મલેશિયાના લી જી જિયાએ 13-21, 21-16 અને 21-11થી હરાવ્યો હતો. ભારતને 12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં કોઈ મેડલ મળ્યો નથી. આ પહેલાં, પીવી સિદ્ધુ અને સાઇના નેહવાલે સતત ત્રણ ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યા હતા. સિંધુએ ટોકિયો 2020માં બ્રોન્ઝ, 2016માં સિલ્વર અને 2012માં સાઇનાએ બ્રોન્ઝ જીત્યો હતો.

#રેસલર નિશા દહિયા #પેરિસ ઓલોમ્પિક
Here are a few more articles:
Read the Next Article