પેરિસ પેરાલિમ્પિક 2024ના સાતમા દિવસે એટલે કે 4 ઓગસ્ટ (બુધવાર) પર પણ ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ધર્મબીરે શાનદાર પ્રદર્શન કર્યું અને મેન્સ ક્લબ થ્રો (F51)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધર્મબીરે ચોથા પ્રયાસમાં 34.92 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટમાં ભારતના પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
પ્રણવે તેના પહેલા જ પ્રયાસમાં 34.59 મીટરનો થ્રો કર્યો હતો. સર્બિયાનો જેલ્ફો દિમિત્રીજેવિક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો, જેનો સર્વશ્રેષ્ઠ થ્રો 34.18 મીટર હતો. અન્ય ભારતીય અમિત કુમાર સરોહાએ નિરાશ કર્યા હતા અને દસમા સ્થાને (23.96 મીટર) રહ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ હતો. આ બે મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા હવે 24 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
પેરિસ પેરાલિમ્પિક 2024, ભારતીય ખેલાડીઓનો દબદબો, ધર્મબીરે મેન્સ ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો
Featured | સ્પોર્ટ્સ | સમાચાર , પેરિસ પેરાલિમ્પિક 2024ના સાતમા દિવસે એટલે કે 4 ઓગસ્ટ (બુધવાર) પર પણ ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ધર્મબીરે શાનદાર પ્રદર્શન કર્યું
New Update
Latest Stories