/connect-gujarat/media/post_banners/7247ee8643445e037c99b452deab51efc4f2d02757e6190dcc6fffb631b94cab.webp)
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને IPLમાં પોતાની ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ટીમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. કમિન્સ સાઉથ આફ્રિકાના એડન માર્કરમનું સ્થાન લેશે. ગત સિઝનમાં માર્કરમની કપ્તાનીમાં ટીમ 10માં નંબરે રહી હતી.સનરાઇઝર્સે અગાઉ પોતાના કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનની જગ્યાએ હવે ન્યૂઝીલેન્ડના જેમ્સ ફ્રેન્કલિન બોલિંગ કોચની ભૂમિકા નિભાવશે.પેટ કમિન્સની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ 2023માં 2 ICC ટાઇટલ જીત્યા હતા. ટીમે નવેમ્બરમાં ભારતને હરાવીને વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા જૂનમાં પણ ટીમ ઈન્ડિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી પર કબજો કર્યો હતો. કમિન્સની કેપ્ટનશિપની કુશળતા જોઈને સનરાઈઝર્સે તેને નવો કેપ્ટન બનાવ્યો.