પેટ કમિન્સે લીધી હેટ્રિક, તે આવું કરનાર વિશ્વનો સાતમો બોલર બન્યો.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. વર્તમાન T20 વર્લ્ડ કપ 2024માં, તે હેટ્રિક લેનાર ઇતિહાસનો પ્રથમ અને સાતમો બોલર બન્યો.

New Update
pat_cummins_hat_trick_23743289

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. વર્તમાન T20 વર્લ્ડ કપ 2024માં, તે હેટ્રિક લેનાર ઇતિહાસનો પ્રથમ અને સાતમો બોલર બન્યો. આ સિવાય તે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં હેટ્રિક લેનારો ચોથો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે.

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ આમને-સામને છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાનો નિર્ણય પહેલી જ ઓવરમાં સાચો સાબિત થયો હતો. આ પછી પેટ કમિન્સે હેટ્રિક લઈને બાંગ્લાદેશની ઈનિંગ્સનો નાશ કર્યો હતો.

20મી ઓવરમાં હેટ્રિક

પેટ કમિન્સે બાંગ્લાદેશની ઇનિંગ્સની 18મી ઓવરના પાંચમા બોલ પર મહમુદુલ્લાહને બોલ્ડ કરીને પ્રથમ સફળતા મેળવી હતી. તેના પછીના જ બોલ પર મેહદી હસનને જામ્પાના હાથે કેચ આઉટ કરીને સતત બીજી સફળતા હાંસલ કરી હતી. 20મી ઓવરના પ્રથમ બોલ પર, કમિન્સે સેટ બેટ્સમેન તૌહીદ હૃદયને હેઝલવુડના હાથે કેચ કરાવીને તેની હેટ્રિક પૂરી કરી.

Latest Stories