પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના, યુવરાજસિંહ અને હરભજનસિંહ સામે પોલીસ ફરિયાદ, દિવ્યાંગોનું અપમાન કર્યું હોવાનો આરોપ

હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે. આ ત્રણેય ક્રિકેટર જાણે લંગડા ચાલી રહ્યા હોય તેવી એક્ટિંગ કરતા જોવા મળે

New Update
એક્ટિંગ

હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે. આ ત્રણેય ક્રિકેટર જાણે લંગડા ચાલી રહ્યા હોય તેવી એક્ટિંગ કરતા જોવા મળે છે.

 હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે અને આ વીડિયોને લઈને યુઝર્સમાં ઘણો રોષ ફેલાય છે. વધતા વિવાદને જોઈને હરભજન સિંહે આ વીડિયોને હટાવવાની ફરજ પડે છે.લિજેન્ડ ક્રિકેટ ચેમ્પિયન જીત્યા બાદ યુવરાજ, રૈના અને ભજ્જીએ તૌબા-તૌબા ગીત પર વીડિયો બનાવ્યો હતો. ભજ્જીએ ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે 15 દિવસ સુધી સતત રમ્યા બાદ આખા શરીરની તૌબા-તૌબા થઈ ગઈ છે. થોડી જ વારમાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. આ પછી યુઝર્સ ત્રણેય સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા લાગ્યા અને વીડિયોને દિવ્યાંગોનું અપમાન ગણાવ્યું.

Latest Stories