પોર્ટુગલ બે વાર UEFA નેશન્સ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ દેશ બન્યો, નલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3 થી હરાવ્યું

પોર્ટુગલે સોમવારે નેશન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. જર્મનીના મ્યૂનિખમાં રમાયેલી રોમાંચક મેચમાં પોર્ટુગલે 2-2 થી ડ્રો કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3 થી હરાવ્યું હતું.

New Update
final

પોર્ટુગલે સોમવારે નેશન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. જર્મનીના મ્યૂનિખમાં રમાયેલી રોમાંચક મેચમાં પોર્ટુગલે 2-2 થી ડ્રો કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3 થી હરાવ્યું હતું. આ સાથે પોર્ટુગલ બે વાર UEFA નેશન્સ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ દેશ બન્યો હતો.

આ ટાઇટલ જીત બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર જ રડવા લાગ્યો હતો. પરિસ્થિતિ એવી હતી કે સ્ટાર ફૂટબોલર મેદાન પર પોતાના આંસુ રોકી શક્યો નહીં. આ આંસુ ખુશીના હતા, જ્યારે પોર્ટુગલે નેશન્સ લીગની ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3થી હરાવ્યું હતુ. આ પહેલા મેચ સમય અને ત્યારબાદ આપવામાં આવેલા વધારાના સમય સુધી સ્કોર 2-2 ની બરાબર હતો.

નેશન્સ લીગની ફાઇનલ મેચ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે એલિયાન્ઝ એરેના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. માર્ટિન ઝુબીમેન્ડીએ 21મી મિનિટે સ્પેન માટે પહેલો ગોલ કર્યો હતો. માત્ર 5 મિનિટ પછી પોર્ટુગલના નુનો મેન્ડેસે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબર કર્યો હતો.

45મી મિનિટે મિકલે ગોલ કરીને સ્પેનને 2-1 ની લીડ અપાવી હતી. આ પછી પોર્ટુગલે ગોલ કર્યો પરંતુ રોનાલ્ડો ઓફસાઇડ ઉભો હતો, તેથી આ ગોલ અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, 61મી મિનિટે રોનાલ્ડોએ શાનદાર ગોલ કરીને સ્કોર 2-2 ની બરાબર કર્યો હતો.