Connect Gujarat
સ્પોર્ટ્સ

Pran Pratishtha Ayodhya : ધોની-સચિન સહિત 17 ક્રિકેટરો પ્રાણ પ્રતિષ્ઠામાં થશે સામેલ, અનેક દિગ્ગજ ક્રિકેટરો અયોધ્યા જવા રવાના

Pran Pratishtha Ayodhya : ધોની-સચિન સહિત 17 ક્રિકેટરો પ્રાણ પ્રતિષ્ઠામાં થશે સામેલ, અનેક દિગ્ગજ ક્રિકેટરો અયોધ્યા જવા રવાના
X

આખરે આજે એ દિવસ આવી ગયો છે, જેની તમામ દેશવાસીઓ અને વિદેશમાં રહેતા ભારતીયો રાહ જોઈ રહ્યા હતા. આજે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ બપોરે 12.20 કલાકે શરૂ થશે. પરંતુ આ પહેલા જ દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. ઘણા એવા ક્રિકેટરો છે જેઓ અયોધ્યા પહોંચી ગયા છે અને કેટલાક પહોંચી રહ્યા છે.

નોંધનીય છે કે દિગ્ગજ સચિન તેંડુલકર અને સુનીલ ગવાસ્કર સહિત 17 થી વધુ ખેલાડીઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 2 મહિલા સ્ટાર ખેલાડી મિતાલી રાજ, હરમનપ્રીત કૌર પણ સામેલ છે. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત કેટલાક ખેલાડીઓ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં વેંકટેશ પ્રસાદ અયોધ્યામાં ફરતા જોવા મળે છે. જ્યારે અનિલ કુંબલે પણ અયોધ્યા પહોંચી ગયા છે. તેમના લખનઉ પહોંચવાનો વીડિયો પહેલા જ વાયરલ થઈ ગયો હતો.

વેંકટેશ અને અનિલ ઉપરાંત વિરાટ કોહલી, ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, હરભજન સિંહ અને ગૌતમ ગાંગુલીને આમંત્રણ પણ મળ્યું હતું.

Next Story