/connect-gujarat/media/media_files/2025/10/15/ccc-2025-10-15-11-07-16.jpg)
ભારતીય ઘરેલુ ક્રિકેટની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ રણજી ટ્રોફી આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ રાઉન્ડ 15-18 ઓક્ટોબર અને 16-19 નવેમ્બર દરમિયાન રમાશે. બીજો રાઉન્ડ આવતા વર્ષે 22 જાન્યુઆરીથી શરૂ થશે. ફાઇનલ 24 ફેબ્રુઆરીએ રમાશે.
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા બાદ ક્રિકેટથી દૂર રહેનાર ઋષભ પંત બુધવારથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની નવી સીઝનમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરી શકે છે. ઘણા યુવા ખેલાડીઓ આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પોતાની છાપ છોડવા માટે ઉત્સુક છે.
રણજી ટ્રોફીમાં પંત એક મુખ્ય આકર્ષણ રહેશે, કારણ કે આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણેની શ્રેણી પછી ભારત લાંબા સમય સુધી ટેસ્ટ મેચ રમશે નહીં. જૂલાઈમાં માન્ચેસ્ટરમાં પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયા બાદ પંત રમતથી બહાર છે. BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે રિહેબિલિટેશન હેઠળ છે. હૈદરાબાદ સામેના પ્રથમ રાઉન્ડની મેચ માટે દિલ્હીની 24 ખેલાડીઓની ટીમમાં પંતનું નામ નહોતું, પરંતુ જો CoE તેની વાપસીને મંજૂરી આપે છે તો તે બીજા રાઉન્ડ (25 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશ સામે) અથવા ત્રીજા રાઉન્ડ (1 નવેમ્બરથી પુડુચેરી સામે)માં રમી શકે છે. આનાથી પંતને 14 નવેમ્બરથી શરૂ થનારી વિશ્વ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા પોતાની ફિટનેસનું મૂલ્યાંકન કરવાની તક મળશે.