રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, સૌથી લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડ સ્થાન પર રહ્યો

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર છે અને તે સૌથી લાંબા સમય સુધી આ સ્થાન પર રહ્યો છે.

New Update
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર બન્યો

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર છે અને તે સૌથી લાંબા સમય સુધી આ સ્થાન પર રહ્યો છે.

અત્યાર સુધી, વિશ્વભરના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં, કોઈ પણ ખેલાડી આટલા લાંબા સમય સુધી નંબર વન ઓલરાઉન્ડર રહ્યો નથી. રવિન્દ્ર જાડેજાને નંબર વન બન્યાને 1152 દિવસ થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ એક પોસ્ટ શેર કરીને રવિન્દ્ર જાડેજાને અભિનંદન પાઠવ્યા છે. 


રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા માટે બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂત પ્રદર્શન આપે છે. જાડેજાએ અત્યાર સુધીમાં 80 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં જાડેજાએ 34.74 ની સરેરાશથી 3,370 રન બનાવ્યા છે. આ રન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ 4 સદી અને 22 અડધી સદી ફટકારી છે.

રવિન્દ્ર જાડેજાએ આ 80 મેચોમાં 323 વિકેટ લીધી છે. જાડેજાએ વર્ષ 2019 માં 200 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો. તે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી ડાબોડી બોલર બન્યો. જાડેજા 2013ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.