Connect Gujarat
વુમન પ્રીમિયર લીગ

RCBએ 16 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો, DCને હરાવી મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ નામે કર્યો

RCBએ 16 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો, DCને હરાવી મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ નામે કર્યો
X

સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ શાનદાર પ્રદર્શન સાથે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024નું ટાઇટલ જીત્યું છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે (17 માર્ચ) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સ (DC)ને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.મેચમાં RCBને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ટીમે 2 વિકેટ ગુમાવીને માત્ર 19.3 ઓવરમાં સ્કોર પોતાના નામે કરી દીધો હતો.

ટીમ માટે એલિસ પેરીએ અણનમ 35, સોફી ડિવાઈને 32 રન અને સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા. જ્યારે શિખા પાંડે અને મીનુ મણીએ 1-1 વિકેટ લીધી હતી.આ ફાઇનલ મેચમાં ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં સમગ્ર ટીમે 18.3 ઓવરમાં 113 રન કર્યા હતા. દિલ્હી માટે શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 23 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે 4 અને સોફી મોલિનેક્સે 3 વિકેટ લીધી હતી.

Next Story