રોહિત શર્માએ વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્ચો છે. તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 63 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ પહેલા પણ રોહિતે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ખેલાડી બન્યો હતો. ઉપરાંત તેણે વર્લ્ડકપમાં 1000 રન પણ પૂરા કર્યા હતા. રોહિત શર્મા 84 બોલમાં 131 રનની શાનદાર ઈનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો.
વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
• રોહિત શર્મા – 7 સદી
• સચિન તેંડુલકર – 6 સદી
• રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા – 5-5 સદી
વન ડેમાં સૌથી વધુ સદી
• 49 – સચિન તેંડુલકર
• 47 – વિરાટ કોહલી
• 31 – રોહિત શર્મા
• 30 – રિકી પોન્ટિંગ
• 28 – સનથ જયસૂર્યા
ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારાનાર બેટ્સમેન
• 51 બોલ- વિરાટ કોહલી
• 60 બોલ – વિરેન્દ્ર સેહવાગ
• 61 બોલ – વિરાટ કોહલી
• 62 બોલ – મોહમ્મદ અઝહરુદ્દીન
• 63 બોલ – રોહિત શર્મા