રોહિત શર્માએ વર્લ્ડકપની ટ્રોફી દેશવાસીઓને સમર્પિત કરી, BCCIએ રૂ.125 કરોડનું ઇનામ આપ્યુ

સ્પોર્ટ્સ | સમાચાર, T-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સન્માન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સમાપ્ત થઈ ગયું છે. રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રગીત સાથે સન્માનની શરૂઆત થઈ.

World Cup trophy
New Update

T-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સન્માન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સમાપ્ત થઈ ગયું છે. રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રગીત સાથે સન્માનની શરૂઆત થઈ. કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી દેશને સમર્પિત કરી. તેના પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તે ટીમના પ્રેમને યાદ કરશે. BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે.વિરાટ કોહલીએ કહ્યું, 'જસપ્રીત બુમરાહે દેશને સૌથી મોટી ભેટ આપી.

તેમના જેવો બોલર પેઢીમાં માત્ર એક જ વાર આવે છે. તે વિશ્વની 8મી અજાયબી છે. અંતમાં બુમરાહે કહ્યું, 'હું કોઈ મેચ પછી રડતો નથી, પરંતુ ફાઈનલ બાદ મારી આંખોમાંથી 2-3 વખત આંસુ નીકળ્યા હતા.'તો આ તરફ રોહિત શર્માએ કહ્યું હતું કે હું ટ્રોફી જીતીને ખૂબ જ ખુશ છું. મારા માટે વર્લ્ડ કપની દરેક મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પહેલા વર્લ્ડ કપમાં અમે દુનિયાને કહ્યું હતું કે અમે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ. તે પછી ફરી અમે વર્લ્ડ કપ જીત્યો, જે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તે પછી આ ટ્રોફી જીતવી પણ ખાસ હતી

Here are a few more articles:
Read the Next Article