ICCએ તાજેતરની રેન્કિંગ કરી જાહેર,રોહિત શર્માએ શુભમન ગિલને પાછળ છોડીને ODI બેટ્સમેનની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

Featured | સ્પોર્ટ્સ | સમાચાર , ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક દિવસીય મેચમાં શુભમન ગિલને પાછળ છોડીને બેટ્સમેનની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો,

New Update
rohit

ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક દિવસીય મેચમાં શુભમન ગિલને પાછળ છોડીને બેટ્સમેનની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતને તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હોવાનો ફાયદો મળ્યો છે. ત્રણ મેચની આ શ્રેણીમાં ભારત 0-2થી હારી ગયું હતું.

ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં ODI બેટ્સમેનોની રેન્કિંગમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલને પાછળ છોડીને ODI બેટ્સમેનની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતની રેન્કિંગમાં બે સ્થાનનો સુધારો થયો છે. શુભમન એક સ્થાન સરકીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. શુભમન પછી વિરાટ કોહલી ચોથા નંબર પર છે. એટલે કે ટોચના પાંચમાં ભારતના ત્રણ ખેલાડી છે.પાકિસ્તાનનો બાબર આઝમ વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે.પાકિસ્તાનનો બાબર આઝમ હાલમાં 824 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે રોહિતના 765 પોઈન્ટ છે.

Latest Stories