રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવીને IPL 2025ની ફાઇનલમાં કર્યો પ્રવેશ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવીને IPL 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ હવે 2009, 2011 અને 2016 પછી ફાઇનલમાં

New Update
રકબ્

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવીને IPL 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ હવે 2009, 2011 અને 2016 પછી ફાઇનલમાં પહોંચી છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવીને IPL 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ હવે 2009, 2011 અને 2016 પછી ફાઇનલમાં પહોંચી છે. IPL ની આ સીઝનનો ક્વોલિફાયર-1 ગુરુવારે રમાયો હતો, જેમાં RCB એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સ ૧૪.૧ ઓવરમાં ૧૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, RCB એ ફિલ સોલ્ટની અડધી સદીના આધારે 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.

IPL 2025 માં પ્લેઓફ શરૂ થઈ ગયા છે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર-1 રમાઈ રહી છે. આ મેચમાં, RCB બોલરોએ પોતાના ઘાતક પ્રદર્શનથી પંજાબને મોટો ઝટકો આપ્યો. ટીમ 14.1ઓવરમાં 101રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તેમના તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 26 રન બનાવ્યા. જ્યારે, પ્રભસિમરન અને અઝમતુલ્લાહ ઉમરઝાઈ 18-18 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમના છ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. આરસીબી તરફથી જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી જ્યારે યશ દયાલે બે વિકેટ લીધી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડને એક-એક સફળતા મળી

Latest Stories