SA vs IND: શું વિરાટ કોહલી ODI અને T-20 ક્રિકેટમાંથી બ્રેક લેશે? આફ્રિકા સામે રમશે ટેસ્ટ શ્રેણી.!

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T-20માં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

New Update
SA vs IND: શું વિરાટ કોહલી ODI અને T-20 ક્રિકેટમાંથી બ્રેક લેશે? આફ્રિકા સામે રમશે ટેસ્ટ શ્રેણી.!

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T-20માં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ અનુસાર, તે હાલમાં સફેદ બોલની ક્રિકેટ નહીં રમે. તે થોડો વધુ સમય માટે વિરામ ઈચ્છે છે. જોકે, તે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.

વિરાટ કોહલીએ BCCIને વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાણકારી આપી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કોહલી હાલમાં ODI અને T-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ડિસેમ્બર મહિનામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે. અહીં ભારત ODI, T-20 અને ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

નોંધનીય છે કે વિરાટ કોહલી તાજેતરમાં જ પૂરા થયેલા વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વિરાટ કોહલીએ 11 મેચમાં 765 રન બનાવ્યા હતા. ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ બ્રેક પર છે. જેમાં રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. કોહલી હાલમાં લંડનમાં રજાઓ ફરવા ગયો છે.

Latest Stories