Connect Gujarat
સ્પોર્ટ્સ

સાબરકાંઠા: જિલ્લાકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાનો પ્રારંભ, 8 ટીમોએ લીધો ભાગ

બાસ્કેટ બોલની સ્પર્ધામાં ચાર ઝોન જેમાં મધ્ય ઝોન, પૂર્વ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોન ચાર ઝોન પાડવામાં આવ્યા છે.

X

સાબરકાંઠા જીલ્લા કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા

બોયઝ માટેની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો

ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાય

8 ટીમોએ સ્પર્ધામાં લીધો ભાગ

વિજેતા ટીમ ઝોનમાં સ્પર્ધામાં ભાગ લેશે

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં જીલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બોયસ ની U-14 અને U-17 ની 8 ટીમો વચ્ચે મેચ રમાય હતી. 24 ફેબ્રુઆરી થી 24 એપ્રિલ સુધી રાજ્યમાં બાસ્કેટ બોલની સ્પર્ધામાં ચાર ઝોન જેમાં મધ્ય ઝોન, પૂર્વ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોન ચાર ઝોન પાડવામાં આવ્યા છે.

મધ્ય ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાનો સમાવેશ થાય છે ત્યારે હિંમતનગરના ભોલેશ્વર ખાતેના સ્વામી વિવેકાનંદ રમત ગમત સંકુલ ખાતે સાબરકાંઠા જીલ્લા કક્ષાની બોયસની બાસ્કેટ બોલ સ્પર્ધા પ્રારંભ થયો હતો. જેમાં U 17 માં 4 અને U 14 માં 4 ટીમો વચ્ચે મેચો શરુ થઇ હતી. આ U 14 અને U 17 માંથી વિજેતા ટીમો ઝોનમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે.

Next Story