સનથ જયસુર્યા શ્રીલંકાની ટીમના હેડ કોચ તરીકે જાહેર, 2026 સુધી ચાલશે કાર્યકાળ !

ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાને શ્રીલંકન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. સોમવારે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ જયસૂર્યાને મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય લીધો

jay surya
New Update

અનુભવી બેટિંગ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાને શ્રીલંકન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. સોમવારે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ જયસૂર્યાને મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય લીધો હતો. SLCએ X પોસ્ટથી આ માહિતી આપી હતી.55 વર્ષીય જયસૂર્યાને ભારત, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે ટીમના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ટીમે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે.

ટીમે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું, જોકે ટીમ 3 મેચની શ્રેણી 2-1થી હારી ગઈ હતી. આ પહેલા ટીમે ભારત સામેની વનડે શ્રેણીમાં 2-0થી જીત મેળવી હતી.જયસૂર્યાને સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકન ટીમના વચગાળાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જયસૂર્યાનો કાર્યકાળ 31 માર્ચ 2026 સુધી ચાલશે.

#Sri Lankan
Here are a few more articles:
Read the Next Article