Connect Gujarat
સ્પોર્ટ્સ

શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી, PCBએ આફ્રિદીને વચગાળાના અધ્યક્ષ બનાવ્યા

શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી, PCBએ આફ્રિદીને વચગાળાના અધ્યક્ષ બનાવ્યા
X

પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલી રહ્યો છે. આ ક્રમમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મેનેજમેન્ટ કમિટીએ શાહિદ આફ્રિદીની પાકિસ્તાનની રાષ્ટ્રીય પુરૂષ ક્રિકેટ ટીમ પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની સાથે અબ્દુલ રઝાક અને રાઉ ઈફ્તિખાર અંજુમને પણ પસંદગી સમિતિની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ ત્રણ સભ્યોની પસંદગી સમિતિની તાત્કાલિક અસરથી રચના કરવામાં આવી છે જેથી તે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે જાહેર કરાયેલ પાકિસ્તાની ટીમની સમીક્ષા કરી શકે. વાસ્તવમાં મોહમ્મદ વસીમની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હકાલપટ્ટી પહેલા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. હવે શાહિદ આફ્રિદીના નેતૃત્વમાં નવી વચગાળાની પસંદગી સમિતિ પાકિસ્તાનની ટેસ્ટ ટીમની સમીક્ષા કરશે.

Next Story