Connect Gujarat
સ્પોર્ટ્સ

શુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો

શુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો

શુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો
X

લખનૌમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ડેવિડ મિલર અને હેનરી ક્લાસેનની શાનદાર ઇનિંગ્સના કારણે 40 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમને મેચ જીતવા માટે નિર્ધારિત 40 ઓવરમાં 250 રનનો ટાર્ગટે આપ્યો હતો. જો કે ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થયા હતા.

જો કે આ મેચમાં શુભમન ગીલે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 10 વનડેમાં 500 રનનો આંકડો પાર કર્યો. આ મેચ પહેલાં શુભમન ગિલના નામે 9 વનડેમાં 499 રન હતા. આ રીતે શુભમન ગિલે આજની મેચમાં પ્રથમ રન બનાવતાની સાથે જ આ મોટો રેકોર્ડ બનાવી લીધો હતો. હવે શુભમન ગિલે આ મામલે પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુને પાછળ છોડી દીધા છે.

પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુએ 11 વનડે ઇનિંગ્સમાં 500 રન બનાવ્યા હતા, પરંતુ હવે શુભમન ગિલે માત્ર 9 ઇનિંગ્સમાં 500 રન બનાવીને નવજોત સિંહ સિદ્ધુને પાછળ છોડી દીધા છે. તો આ યાદીમાં શિખર ધવન ત્રીજા નંબર પર છે. શિખર ધવને 13 ODI ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કર્યો હતો. આ સિવાય કેદાર જાધવ અને શ્રેયસ અય્યરે પણ 13 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું, પરંતુ હાલમાં માત્ર 9 ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કરીને શુભમન ગિલ આ યાદીમાં ટોચ પર છે.

Next Story