/connect-gujarat/media/media_files/2025/02/19/SR2VAzA7eOIc7aVz6e71.jpg)
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે પોતાના કરિયરમાં પહેલીવાર વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે લેટેસ્ટ ICC રેન્કિંગમાં નંબર 1 બની ગયો છે. તેણે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને હરાવ્યો છે. શુભમન ગિલ 796 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 પર પહોંચ્યો છે. જ્યારે બાબર આઝમ 773 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગયો હતો. બાબર આઝમ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 2 અડધી સદી અને એક સદી ફટકારી હતી.
શુભમન ગિલે વર્ષ 2019માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીએ અત્યાર સુધીમાં ફક્ત 50 વન-ડે મેચ રમી છે અને આટલી ઓછી મેચોમાં જ આ ખેલાડી નંબર-1ના સ્થાન પર પહોંચી ગયો છે. ગિલનો રેકોર્ડ તેને વન-ડે રેન્કિંગમાં ટોચ પર લઈ જાય છે. આ ખેલાડીએ 60થી વધુની સરેરાશથી 2587 રન બનાવ્યા છે. જેમાં ગિલે 7 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ગિલે વનડે ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી છે. ગિલ વનડેમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ખેલાડી પણ છે. આ જ કારણ છે કે ગિલ નંબર 1 વન-ડે બેટ્સમેન બનશે તે નક્કી કરવામાં આવ્યું હતું.