/connect-gujarat/media/media_files/2026/01/03/scs-2026-01-03-09-46-22.jpg)
દક્ષિણ આફ્રિકાએ 2026 ના T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એડન માર્કરામ કેપ્ટન હશે, પરંતુ રાયન રિકલ્ટન અને ટ્રિસ્ટન સ્ટબ્સના રુપમાં બે આક્રમક બેટ્સમેનોને સ્ક્વોડમાં સ્થાન નથી મળ્યું. ઈજાને કારણે ભારત સામેની શ્રેણી ગુમાવનાર કાગીસો રબાડા વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં પાછો ફર્યો છે.
દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઘણા ખેલાડીઓનો સમાવેશ થાય છે જે તેમનો પહેલો T20 વર્લ્ડ કપ રમશે. ક્વેના મફાકા, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, જ્યોર્જ લિન્ડે અને જેસન સ્મિથ પહેલીવાર વર્લ્ડ કપમાં ભાગ લેશે.
2026ના T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ એઇડન માર્કરામ કરશે. ટીમ માટે એક મોટી રાહત એ છે કે કાગીસો રબાડા હાલમાં ફિટ છે અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે પાંસળીની ઇજાને કારણે લાંબા સમયથી રમતથી દૂર હતો.
જેસન સ્મિથનો ટીમમાં સમાવેશ આશ્ચર્યજનક છે, કારણ કે તેણે અત્યાર સુધી ફક્ત પાંચ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જોકે, CSAT20 ચેલેન્જ પ્લેઓફ મેચમાં 19 બોલમાં તેના વિસ્ફોટક 68 રનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને અફઘાનિસ્તાને પણ તેમની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી છે.
T20 વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ: એડન માર્કરામ (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડિકોક, ટોની ડી જોરજી, ડોનોવન ફેરેરા, માર્કો યાનસેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્ટજે, કગિસો રબાડા, જેસન સ્મિથ.