દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ 2-0થી કબજે કરી લીધી છે. આફ્રિકાને બીજી ટેસ્ટની ચોથી ઈનિંગમાં 58 રનનો ટાર્ગેટ હતો, જે તેણે કોઈ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાનની ટીમ બીજા દાવમાં ચોક્કસપણે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ બીજા દાવમાં 421 રનમાં ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે તે દક્ષિણ આફ્રિકાને મોટો ટાર્ગેટ આપવામાં નિષ્ફળ રહી હતી.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 615 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રાયન રિકેલ્ટને 259 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તેના સિવાય કેપ્ટન ટેમ્બા બાવુમા (106 રન) અને કાયલ વેરેઇને (100) સદી ફટકારી હતી. જવાબમાં પાકિસ્તાનનો પ્રથમ દાવ માત્ર 194 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. પાકિસ્તાનને ફોલોઓન કરવાની ફરજ પડી હતી અને બીજી ઇનિંગમાં તેને સારી શરૂઆત મળી હતી. બીજી ઈનિંગમાં શાન મસૂદ અને બાબર આઝમ વચ્ચે 205 રનની મોટી ભાગીદારી થઈ હતી. બાબર આઝમે 81 રન અને શાન મસૂદે 145 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું
દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ 2-0થી કબજે કરી લીધી છે. આફ્રિકાને
New Update
Latest Stories