/connect-gujarat/media/post_banners/ceeee228e044f85ff311469e2a1d4fd8e2f54a9a639b4a94b18650b4c556415a.webp)
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ છે. સતત વરસાદને કારણે મેદાન આખો સમય કવરથી ઢંકાયેલું રહ્યું, જેના કારણે મેચ અધિકારીઓએ મેચ રદ્દ કરી દીધી.
હૈદરાબાદ અને ગુજરાત વચ્ચેની મેચ હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહોતો. વરસાદ અટકતો ન હતો અને આખરે રાત્રે 10:30 વાગ્યે છેલ્લો ટાઈમ નક્કી કરવામાં આવ્યો હતો કે જો વરસાદ બંધ થશે તો બંને ટીમો વચ્ચે પાંચ-પાંચ ઓવરની મેચ રમાશે.અંતે 10:30 વાગ્યે મેચ સત્તાવાર રીતે રદ જાહેર કરવામાં આવી.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ જતાં અન્ય બે ટીમોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મૂંઝવણમાં ફસાયા હતા. ડીસી પાસે હાલમાં 14 પોઈન્ટ છે અને એલએસજી પણ લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ જીતીને 14 પોઈન્ટ મેળવી શકે છે. પરંતુ ગુજરાત સામેની મેચ રદ્દ થવાને કારણે SRHને એક પોઈન્ટ મળ્યો છે અને તેના કુલ પોઈન્ટ 15 થઈ ગયા છે. દિલ્હી અને લખનૌ 15 પોઈન્ટ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી, હૈદરાબાદ હવે આઈપીએલ 2024ના પ્લેઓફમાં જનારી ત્રીજી ટીમ બની ગઈ છે. તે પહેલા, KKR (19) અને રાજસ્થાન રોયલ્સ (16) પહેલાથી જ ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે.