શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને 32 રનથી હરાવ્યું, સીરીઝ પર 1-0થી મેળવી લીડ

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વન ડે સીરીઝની બીજી મેચમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.

New Update
india

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વન ડે સીરીઝની બીજી મેચમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 32 રને મેચ જીતી લીધી છે. જ્યારે પહેલી મેચ ટાઈ થઈ હતી. ત્યારે આવા સમયે મેજબાન ટીમ શ્રીલંકાએ આ સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી છે. હવે ત્રીજી અને છેલ્લી વન ડે 7 ઓગસ્ટના રોજ રમાશે.

બીજી વન ડે મેચમાં શ્રીલંકાએ 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રન જ બનાવી શકી અને મેચ હારી ગયા. કપ્તાન રોહિત શર્માએ 29 બોલમાં ફિફ્ટી કરી હતી. તેણે 44 બોલમાં સૌથી વધારે રન કર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 44 અને શુભમન ગિલે 35 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત વિરાટ કોહલીએ 14, શ્રેયસ અય્યરે 7, કેએલ રાહુલે 0, શિવમ દૂબે 0 આ બધા ફ્લોપ સાબિત થયા હતા. આ સ્ટાર બેટ્સમેનોને લેગ સ્પિનર જેફરી વેંડરસે પોતાની જાળમાં ફસાવ્યા અને શિકાર બનાવતા શ્રીલંકાને જીત અપાવી હતી. મેચમાં જેફરીએ 33 રન આપીને 6 વિકેટ લીધી હતી, જ્યારે કપ્તાન ચરિથ અસલંકાએ 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.

Latest Stories