/connect-gujarat/media/media_files/2025/04/13/uv1yhnPNXSAi5EarPOSz.jpg)
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઇતિહાસનો બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો છે.
શનિવારે બીજી મેચમાં ટીમે પંજાબ કિંગ્સ સામે 246 રનના ટાર્ગેટને 2 વિકેટ ગુમાવીને 18.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો. ટીમના ઓપનર અભિષેક શર્માએ પહેલી સદી ફટકારી. તેણે 55 બોવમાં 141 રન ફટકાર્યા.હૈદરાબાદના ટ્રેવિસ હેડે પણ 67 રન બનાવ્યા. તેણે અભિષેક સાથે 74 બોલમાં જ 171 રનની ભાગીદારી કરી. હર્ષલ પટેલે 4 વિકેટ લીધી.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 82 રન બનાવીને ટીમને 245 રન સુધી પહોંચાડી હતી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પંજાબે જ બેટિંગ પણ પસંદ કરી હતી.IPL ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ પંજાબ કિંગ્સના નામે હતો. ટીમે ગયા વર્ષે કોલકાતામાં KKR સામે 262 રન ચેઝ કર્યા હતા. કમાલની વાત એ છે કે ત્યારે કોલકાતાના કેપ્ટન પણ શ્રેયસ અય્યર જ હતો. એટલે કે IPL ઇતિહાસના 2 સૌથી સફળ રન ચેઝ શ્રેયસની કેપ્ટનશીપ વાળી ટીમ સામે જ થયા.