સુરેન્દ્રનગર: મતદાન જાગૃતિ અર્થે સાયલા ખાતે યોગ શિબિરનું આયોજન, યોગવીરોએ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લીધા

New Update
સુરેન્દ્રનગર: મતદાન જાગૃતિ અર્થે સાયલા ખાતે યોગ શિબિરનું આયોજન, યોગવીરોએ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લીધા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો જાગૃત થઈને અચૂક મતદાન કરે તે માટે “સ્વીપ” અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય પ્રત્યે જાગૃત એવા યોગ સાધકો મતદાન પ્રત્યે પણ જાગૃત થાય તે હેતુસર સાયલા મામલતદાર કચેરી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

૬૧- લીંબડી વિધાનસભા મતવિસ્તારના સાયલા તાલુકા ખાતે પ્રાંત અધિકારી કુલદિપ દેસાઈના માર્ગદર્શન હેઠળ સાયલા મામલતદાર દક્ષાબેન બાસુપયાના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર સાથે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ઉપસ્થિત શહેર તેમજ ગ્રામ્યનાં ૫૦૦ થી વધુ યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યા બાદ આગામી ચૂંટણીમાં પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા શપથ લીધા હતા. લોકશાહીમાં દરેક મતદારનો મત અતિ કિંમતી છે ત્યારે યોગ શિબિરાર્થીઓને લોકશાહીમાં ચૂંટણીની મહત્તા, મતદાનનું મહત્વ સમજાવી અન્ય મતદારોને પણ મતદાન માટે પ્રેરિત કરવા સમજૂત કરવામાં આવ્યા હતા.

Latest Stories