સૂર્યાની સદીએ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનું જીત્યું દિલ, પેટ કમિન્સને સૂર્યાના કર્યા વખાણ

New Update
સૂર્યાની સદીએ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનું જીત્યું દિલ, પેટ કમિન્સને સૂર્યાના કર્યા વખાણ

વિરોધી ટીમનો કેપ્ટન પણ સૂર્યકુમાર યાદવની સદીના વખાણ કરતા પોતાને રોકી શક્યો ન હતો. સૂર્યાએ હૈદરાબાદ સામે સદી ફટકારીને મુંબઈને જીત અપાવી હતી. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સને ચોથી જીત અપાવવામાં સૂર્યકુમાર યાદવે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં સૂર્યાએ સદી ફટકારીને મુંબઈને એકતરફી જીત અપાવી હતી.

સૂર્યાની સદીની ઇનિંગે વિરોધી ટીમ એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનું દિલ જીતી લીધું હતું. કમિન્સે મેચ બાદ સૂર્યાની સદીની પ્રશંસા કરી હતી. મેચ બાદ વાત કરતા પેટ કમિન્સે કહ્યું, "સૂર્યા ખૂબ જ સારી રીતે રમ્યો." વધુમાં હૈદરાબાદના કેપ્ટને કહ્યું, "અમને ઘરઆંગણે રમવું ગમે છે. અમે આગળ શું થઇ શકે તેમ છે તે અમે જોઇશું."

હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સૂર્યકુમારે 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 51 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 30 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સે 17.2 ઓવરમાં 3 વિકેટે જીત મેળવી હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 143 (79 બોલ) રનની અતૂટ ભાગીદારી કરી હતી.

Latest Stories