/connect-gujarat/media/media_files/2025/04/12/r8lnFtysOrpb5pTV7Tbo.jpg)
સ્વિંગના જાદુગર જેમ્સ એન્ડરસનને ઇંગ્લેન્ડનો સૌથી મોટો સન્માન આપવામાં આવશે.
ક્રિકેટમાં તેમના પ્રશંસનીય યોગદાન બદલ તેમને નાઈટહૂડથી નવાજવામાં આવશે. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને વિશ્વ ક્રિકેટમાં પણ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 188 મેચોમાં 704 વિકેટ લીધી છે. નોંધનિય છે કે, જેમ્સ એન્ડરસન વિશ્વમાં તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે.
ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પોતાનું પદ છોડતી વખતે કેટલાક પુરસ્કારોના નામ જાહેર કર્યા હતા. આ સમયે, ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનું નામ નાઈટહૂડ સન્માન માટે સમાવવામાં આવ્યું હતું. એન્ડરસને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક અને એન્ડ્રુ સ્ટ્રોસને પણ આ સન્માન મળ્યું છે. જેમ્સ એન્ડરસન ઈંગ્લેન્ડના 13મો ક્રિકેટર છે જેમને નાઈટહૂડનો ખિતાબ મળ્યો છે. તેમના પહેલા, ઇયાન બોથમ (2007), બોયકોટ (2019), કૂક (2019) અને સ્ટ્રોસ (2019) ને નાઈટહૂડથી નવાજવામાં આવ્યા છે.