T20 વર્લ્ડ કપ 2026 : ઝિમ્બાબ્વેએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને પ્રથમ વખત સુપર-8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું

ટી20 વર્લ્ડ કપ 2026માં એક મોટી ઉથલપાથલ જોવા મળી છે, જ્યાં ઝિમ્બાબ્વેએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને પ્રથમ વખત સુપર-8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

New Update
cssssc

ટી20 વર્લ્ડ કપ 2026માં એક મોટી ઉથલપાથલ જોવા મળી છે, જ્યાં ઝિમ્બાબ્વેએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને પ્રથમ વખત સુપર-8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. તો બીજી તરફ દિગ્ગજ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. 

આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો અને બંને ટીમોને એક-એક અંક વહેંચવા પડ્યા. ત્રણ મેચોમાં પાંચ અંક સાથે ઝિમ્બાબ્વે ગ્રુપ બીમાંથી સુપર-8માં પહોંચનાર બીજી ટીમ બની. સહ-યજમાન શ્રીલંકા પહેલેથી જ ત્રણ મેચોમાં છ અંક મેળવી આગળ વધી ચૂકી હતી. જ્યારે આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે ટૂર્નામેન્ટની સફર ગ્રુપ સ્ટેજ પર જ સમાપ્ત થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા માટે આ બહાર થવું ખાસ કરીને નિરાશાજનક છે, કારણ કે 17 વર્ષ બાદ ટીમ ગ્રુપ તબક્કામાંથી બહાર થઈ છે. છેલ્લે 2009ના ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયું હતું. 2021માં ચેમ્પિયન બનેલી કંગારુ ટીમ આ વખતની સ્પર્ધામાં પોતાના જોરદાર પ્રદર્શનની અપેક્ષા રાખતી હતી, પરંતુ સતત બે હારથી આશાઓને ઝટકો લાગ્યો. શ્રીલંકાએ તેમને આઠ વિકેટે પરાજય આપ્યો, જ્યારે ઝિમ્બાબ્વેએ 23 રનની જીત સાથે મોટું અપસેટ સર્જ્યું.

Latest Stories