T20 વર્લ્ડકપ:સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યુ

સ્પોર્ટ્સ | સમાચાર : T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આ સાથે સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું છે

New Update
સાઉથ આફ્રિકા

T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આ સાથે સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું છે અને આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે.ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

 ટીમ માત્ર 11.5 ઓવરમાં 56 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.T-20 ઈન્ટરનેશનલમાં અફઘાનિસ્તાનનો સૌથી લોએસ્ટ ટીમ ટોટલ છે. આ ટીમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 72 રન હતો, જે 2014 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બન્યો હતો.અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્કિયાએ 2-2 વિકેટ લીધી હતી.

Latest Stories