T-20 વર્લ્ડ કપ સુપર-8ની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ અમેરિકાને 18 રનથી હરાવ્યું છે. આફ્રિકાએ આપેલા 195 રનના ટાર્ગેટ સામે USA 176 રન બનાવી શક્યું હતું. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ટૉસ જીત્યા બાદ અમેરિકાએ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
સાઉથ આફ્રિકાએ આપેલા ટાર્ગેટને ચેઝ કરવામાં અમેરિકાએ અડધી ટીમ ગુમાવી દીધી હતી. પણ ઓપનર એન્ડ્રીસ ગૌસ અને હરમીત સિંહે USAની આશા જીવંત રાખી અને રન બનાવીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. એન્ડ્રીસ ગૌસ (80* રન) અને હરમીત સિંહે (38 રન) લડત આપી હતી, પણ ટીમને જિતાડી શક્યા નહોતા.અગાઉ સાઉથ આફ્રિકા તરફથી ઓપનર ક્વિન્ટન ડી કોકે 74 રન અને કેપ્ટન માર્કરમે 46 રન બનાવ્યા હતા. તો હેનરિક ક્લાસેને 36* રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 20* રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકર અે હરમીત સિંહે 2-2 વિકેટ ઝડપી હતી.