/connect-gujarat/media/media_files/1txYrgBGVhQNA5AATabL.jpg)
બાર્બાડોસ
ટી 20 વર્લ્ડકપમાં આઠ ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 12 ટીમ બહાર થઈ ગઈ છે. ભારત પણ સુપર-8માં પહોંચી ગયું છે અને તેણે તેની પ્રથમ સુપર-8 મેચ અફઘાનિસ્તાન સામે 20 જૂને બાર્બાડોસમાં રમવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસ પહોંચી ગઈ છે અને સુપર-8 મેચ પહેલાં એક દિવસના બ્રેકનો ભરપૂર આનંદ માણ્યો છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા ભારતીય ક્રિકેટરોએ બીચ પર વોલીબોલની મજા માણી હતી, જે દરમિયાન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહે શર્ટલેસ થઈને ફિટનેસનો શો-ઓફ કર્યો.