T20 વર્લ્ડકપ: વેસ્ટઇન્ડિઝે અફઘાનિસ્તાનને 104 રનથી હરાવ્યું

ICC T-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને 104 રનથી હરાવ્યું હતું.સેન્ટ લુસિયાના ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

New Update
Nicholas Pooran

ICC T-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને 104 રનથી હરાવ્યું હતું.સેન્ટ લુસિયાના ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપનો આ સૌથી મોટો સ્કોર હતો.

અફઘાનિસ્તાનની ટીમ 16.2 ઓવરમાં 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને 53 બોલમાં 98 રન બનાવ્યા હતા. જ્યારે જ્હોન્સન ચાર્લ્સે 43 અને રોવમેન પોવેલે 26 રન બનાવ્યા હતા. ઓબેડ મેક્કોયે 3 વિકેટ લીધી હતી. ગુડાકેશ મોતી અને અકીલ હોસેને 2-2 વિકેટ મળી હતી.અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 38 રનની ઇનિંગ રમી હતી. ગુલબદ્દીન નઇબને 2 વિકેટ મળી હતી. સુપર-8 પર આ મેચની કોઈ અસર થઈ ન હતી. અફઘાનિસ્તાનને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ હજુ સુધી અજેય છે.

Latest Stories