/connect-gujarat/media/post_banners/5d58fa4ffb0228c3bb6441193a3f1966767eba2c4886402d9c03deede0703a5a.webp)
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટીમની કમાન મળી છે. જ્યારે સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ટીમના ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આ ઉપરાંત ટીમમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. જોકે, પરંતુ રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી. આ ઉપરંત રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. યસસ્વી જયસ્વાલ અને તિલક વર્માને આઈપીએલમાં તેમના પ્રદર્શનના આધારે ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
ઈશાન કિશન (wk), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (vc), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર