ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની

New Update
rohit
Advertisment

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે.ભારતે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમમાં અભિમન્યુ ઇશ્વરન, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીની પસંદગી કરી છે. પીઠની સમસ્યાને કારણે કુલદીપ યાદવ ટીમનો ભાગ નથી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.ટીમ ઈન્ડિયા 3 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં અને બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ટીમ ઈન્ડિયા 2014 બાદ ઓસ્ટ્રેલિયા સામે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. આ સમયગાળા દરમિયાન, ટીમે વિરાટ કોહલીની કપ્તાનીમાં 2 શ્રેણી જીતી હતી.

Advertisment

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર અશ્વિન. મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.

દક્ષિણ આફ્રિકા સામે 4 T20 મેચ માટે ભારતની ટીમ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, વિજયકુમાર, આવેશ ખાન, યશ દયાલ.

Latest Stories