ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ વધુ એક ઝળહળતી મેળવી સિદ્ધિ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની IPL 2025 મેચ દરમિયાન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કર્યા,

New Update
virat 1

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની IPL 2025 મેચ દરમિયાન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કર્યા,

Advertisment

જેનાથી તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું . RCBના આ અનુભવી ખેલાડીએ પહેલી ઇનિંગ દરમિયાન 17 રન બનાવીને ઐતિહાસિક ક્ષણ રચી, અને તે આવું કરનાર પ્રથમ ભારતીય અને ક્રિકેટ ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર માત્ર પાંચમો બેટ્સમેન છે. કોહલી 386મી ટી-૨૦ ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો, પહેલા નંબરે ક્રિસ ગેઈલ છે જેણે 381 ટી 20 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 2024ની આઈપીએલમાં કોહલીએ 12,000 રન પૂરા કર્યાં હતા.

કોહલી તાજેતરમાં આ વર્ષે ભારતની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો ભાગ હતો, અને તેણે 2011 ODI વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી, 2024 T20 વર્લ્ડ કપ પણ જીત્યો છે. તે એક દાયકામાં 20,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી પણ છે અને તેને 2011 થી 2020 સુધી ICC પુરુષ ક્રિકેટ ઓફ ધ દાયકા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે 10 ICC એવોર્ડ પણ જીત્યા છે, જે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ એવોર્ડ મેળવનાર ખેલાડી બનાવે છે. તે 2012, 2017, 2018 અને 2023માં ચાર વખત ODI પ્લેયર ઓફ ધ યર પણ રહ્યો હતો. 2024ના T20 વર્લ્ડ કપ જીત્યા પછી, જ્યાં તે ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો જે પછી તેણે ટી 20માંથી નિવૃતી જાહેર કરી હતી, તે ઉપરાંત તેણે 2017 અને 2018માં બે વાર સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતી હતી.

Advertisment
Latest Stories