વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાનું વાનખેડે સ્ટેડિયમમાં કરાયું જોરદાર સ્વાગત

ટીમ ઈન્ડિયાએ બારબાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનેથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આવી જ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન

New Update
ટીમ ઈન્ડિયાએ બારબાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનેથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આવી જ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન

ટીમ ઈન્ડિયાએ બારબાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનેથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આવી જ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. એટલા માટે 2007માં ટીમ ઈન્ડિયા પહેલી વાર ચેમ્પિયન બન્યા બાદ જેવી પરેડ મુંબઈમાં યોજાઈ હતી. કંઈક આવો જ નજારો આ વખતે પણ જોવા મળ્યો છે.

મરીન ડ્રાઈવથી શરુ થયેલી વિક્ટ્રી પરેડ વાનખેડે પહોંચી ગઈ હતી. ટીમ ઈન્ડિયા ચેમ્પિયંસનું વાનખેડેમાં જોરદાર સ્વાગત થયું હતું. અહીં પણ હજારોની સંખ્યામાં ફેન્સ ખેલાડીઓ અને ટ્રોફીની ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યા હતા

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ કહ્યું કે, તમામનો આભાર. જ્યારથી અમે ભારત આવ્યા, ત્યારથી શાનદાર રહ્યું છે. આ ટ્રોફી આખા દેશ માટે છે. પ્રધાનમંત્રી સાથે મળવાનું ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને બીસીસીઆઈ તરફથી તમામનો આભાર વ્યક્ત કરુ છું. હું ખૂબ જ ખુશ છે અને રાહત અનુભવી રહ્યો છું. મુંબઈ ક્યારેય નિરાશ નથી કરતી. અમારુ ખૂબ જ શાનદાર સ્વાગત થયું છે. ટીમ તરફ અમે ફેન્સનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. હું ખૂબ જ ખુશ છું અને રાહત અનુભવી રહ્યો છું. રોહિતે પોતાના સાથી હાર્દિક પંડ્યાના પણ વખાણ કર્યા. આ દરમ્યાન ઉત્સાહી ભીડે હાર્દિક, હાર્દિકના નારા પણ લગાવ્યા હતા. અહીં હાર્દિક ભાવૂક થઈને ઊભો રહ્યો અને ફેન્સનું અભિવાદન કર્યું હતું.

Latest Stories