New Update
/connect-gujarat/media/post_banners/bd6862d4e16598533beedfe8fc891782d2c1797a042376c20d1a0e118b6fcfe5.webp)
ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ICC T20 વર્લ્ડ કપ 2024 માટે Adidas દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતની નવી જર્સીમાં નિયમિત ટી-20 કિટમાંથી નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નારંગી અને વાદળી રંગનો નોંધપાત્ર ભાગ છે.
ધર્મશાલાના મનોહર HPCA સ્ટેડિયમમાં ભારતની જર્સી લૉન્ચ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જોવા મળે છે.
ભારતીય ટીમની જર્સી વૈશ્વિક સ્પોર્ટ્સ ક્લોથિંગ બ્રાન્ડ એડિડાસ દ્વારા બનાવવામાં આવે છે. હવે 'Adidas India'એ ઈન્સ્ટાગ્રામ પર ગ્રાફિક્સ દ્વારા ભારતીય ટીમની જર્સીને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. નવી જર્સીની સ્ટાઈલને લોકો જોરદાર રીતે ટ્રોલ કરી રહ્યા છે.
Latest Stories