New Update
/connect-gujarat/media/media_files/2025/04/01/HPB4NSrMK9a5gOK4J3X0.jpg)
IPL 2025ની 13મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ લખનઉના એકાના (અટલ બિહારી વાજપેયી) સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
આ સીઝનમાં બંને ટીમ પહેલી વાર એકબીજાનો સામનો કરશે.18મી સીઝનમાં આ LSGની ત્રીજી અને PBKSની બીજી મેચ હશે. પંજાબે પોતાની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. તે જ સમયે, લખનઉને તેની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ બીજી મેચમાં ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી.IPLમાં અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે. લખનઉ ત્રણમાં જીત્યું. જ્યારે પંજાબ કિંગ્સ (PBKS)એ એક મેચ જીતી.
Latest Stories