Connect Gujarat
સ્પોર્ટ્સ

ક્રિકેટ જગત શોકમાં ગરકાવ, સ્ટાર ક્રિકેટર હિથ સ્ટ્રીકનું નિધન, કેન્સરની બીમારીથી પીડાતા હતા...

સ્ટ્રીકની પત્ની નાદિને ફેસબુક પોસ્ટ દ્વારા આ દિગ્ગજ ખેલાડીના નિધનની માહિતી આપી

ક્રિકેટ જગત શોકમાં ગરકાવ, સ્ટાર ક્રિકેટર હિથ સ્ટ્રીકનું નિધન, કેન્સરની બીમારીથી પીડાતા હતા...
X

દુનિયાના ક્રિકેટજગત માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું નિધન થયું છે. કેન્સર સામે લડી રહેલા સ્ટ્રીકનું 3 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ અવસાન થયું હતું. સ્ટ્રીકની પત્ની નાદિને ફેસબુક પોસ્ટ દ્વારા આ દિગ્ગજ ખેલાડીના નિધનની માહિતી આપી હતી. નોંધનીય છે કે, 23 ઓગસ્ટના રોજ 49 વર્ષીય હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર જાહેર થયા હતા. જોકે પાછળથી તે એક અફવા સાબિત થઈ હતી. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકની પત્ની નાદિન સ્ટ્રીકે લખ્યું, આજે (3 સપ્ટેમ્બર) મારા જીવનનો સૌથી મોટો પ્રેમ અને મારા સુંદર બાળકોના પિતાને તેમના ઘરેથી પરીઓ પાસે લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ તેમના અંતિમ દિવસો પરિવાર અને નજીકના પ્રિયજનો સાથે વિતાવવાના હતા. તેઓ પ્રેમ અને શાંતિથી ભરપૂર હતા અને ક્યારેય એકલા ઘરની બહાર જતા નહોતા. અમારા આત્માઓ અનંતકાળ માટે એક છે, સ્ટ્રેકી. જ્યાં સુધી હું તમને ફરીથી પકડું નહીં.'

Next Story