ઇંગ્લેન્ડ ક્રિકેટ બૉર્ડે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે તેની ટીમની કરી જાહેરાત

ઇંગ્લેન્ડ ક્રિકેટ બૉર્ડે (ECB) આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે તેની ટીમની જાહેરાત કરી છે. આ સાથે જ ભારત પ્રવાસ માટે ODI અને T20 ટીમોની પણ જાહેરાત

New Update
eglend

eglend Photograph: (eglend)

Advertisment

ઇંગ્લેન્ડ ક્રિકેટ બૉર્ડે (ECB) આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે તેની ટીમની જાહેરાત કરી છે. આ સાથે જ ભારત પ્રવાસ માટે ODI અને T20 ટીમોની પણ જાહેરાત કરવામાં આવી છે.

Advertisment

જૉસ બટલર ભારત સામેની સીરીઝ અને ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરશે. ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરને પણ બંને ટીમમાં જગ્યા મળી છે. તેમના સિવાય હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જૉ રૂટ, ફિલ સૉલ્ટ અને માર્ક વૂડ જેવા સ્ટાર ખેલાડીઓ પણ ODI ટીમમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રૉફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. તેનું આયોજન પાકિસ્તાન કરે છે, પરંતુ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલ હેઠળ યોજાશે. ભારતીય ટીમ તેની તમામ મેચ અન્ય દેશમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યૂલ હજુ આવ્યું નથી. પરંતુ તે પહેલા જ ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

Latest Stories