ભારતીય ટીમે પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકાને ટી20 સીરિઝમાં 2-1થી માત આપી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરિઝ રમવામાં આવશે. સિરીઝની પહેલી મેચ આજે એટલે કે 6 ઓકટોબરના રોજ લખનૌનાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર, બપોરે દોઢ વાગ્યાથી શરૂ થશે. આ સીરિઝમાં રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા નહીં હોય. શિખર ધવન જ ટીમની કમાન સંભાળશે. રોહિત હવે સીધા વર્લ્ડ પકમાં જ રમશે, જ્યારે શિખર ધવન વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો નથી. રોહિત ઉપરાંત આ વન ડે સીરિઝમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત સહિત અન્ય સિનિયર પ્લેયર્સને પણ આરામ આપવામાં આવ્યો છે. આટલા સિનિયર્સને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રોહિત અને કોહલીની ગેરહાજરીમાં ધવન પાસે સીરિઝમાં ધમાલ મચાવવાનો અવસર છે. સિનિયર્સને આરામ મળવાને કારણે આ સીરિઝમાં યુવાઓને ટીમ ઈન્ડિયા માટે રમવાની શાનદાર તક મળી છે. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ઘરેલૂ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, શાહબાઝ અહમદ, મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. સંજૂ સેમસનને પણ ટીમમાં જગ્યા મળી છે.
વન ડે સીરિઝ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન, સંજૂ સેમસન, શાહબાઝ અહમદ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મુકેશ કુમાર, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર